Tame re tilak raja Ramna – Ravji Patel

Poet – Ravji Patel
Singer – Hariharan
Music – Ajit Sheth
Gujarati Poem
આપણી પદ પરંપરા સાથે અનુસંધાન ધરાવતી ‘તમે રે તિલક રાજા રામનાં કવિ રાવજી પટૅલની વિશિષ્ટ રચના છે. ઉંચા ઘરના ટોડલા, લજવાતી રવેશ, અક્ષર થઇને ઉકલ્યા અને પડતર મુંઝારા ઝીણી જીભ વગેરેમાં ગ્રામા વાણીની મિઠાશ અને અભિવ્યક્તિનું નવું પરિમાણ પ્રગટે છે. બે પ્રિય પાત્ર વચ્ચેના વૈષમ્યનું અદભુત ચિત્રણ આ રચનામાં અભિવ્યક્ત થાય છે. ગ્રામ પરિવેશમાં રાવજી પટેલનો તળપદ ભાષાનો ટહુકો અને તેવો રવરવતો લય ગુજરાતી ગીત સૃષ્ટિમાં લહેરાય છે.

તમે રે તિલક રાજા રામનાં
અમે વગડાના ચંદન કાષ્ઠ

તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજણ કેવા સહ્યા
તમે રે તિલક રાજા રામનાં

તમે રે ઉંચેરા ઘરના ટોડલા,
અમે લજવાતી પાછલી રવેશ રે,

તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજન કેવા સહ્યા
તમે રે તિલક રાજા રામનાં

તમે રે અક્ષર થઇને ઉકલ્યા,
અમે પલ પલ મુંઝારાજીની જીભડાં.

તમારી મશેના અમે સોહિયા
કહો ને કહો ને દખ કેવાં પડ્યાં,
કહોને સાજણા દખ કેવાં પડ્યાં.

તમે રે તિલક રાજા રામનાં
તમારી મશેના અમે સોહિયા
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા,
કહોને દખ સાજણ કેવા સહ્યા

About these ads

3 Comments

  1. Posted March 4, 2010 at 1:59 pm | Permalink

    hello, add gujarati songs like dhuni a dhakavi ( pela pela jug ma rani to hati),tari akh to afani ……….

  2. Posted March 4, 2010 at 2:11 pm | Permalink

    Hello, add some gujarati songs like dhun a dhakavi ama tara namni(pela pela jug ma rani to hati…), tari akh no afin tara roop no……….

  3. Posted November 10, 2011 at 4:48 pm | Permalink

    Hello Mr. Krutesh,

    this is one of my favorite song. I love it. Thanks for share.


Post a Comment

Required fields are marked *

*
*

Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: