Sambandhni Gagarthi pani bharishu

Singer – Hansa Dave
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?, લાગણીનાં દોરડા ઘસાયા.
વાતૉની વાવનાં ઉતરી પગથીયા, અમે પાણી પીધુંને ફસાયા.
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?
કેટલીય વાર મારી ડુબેલી ઇચ્છાને નીંદડીથી કાઢી છે બહાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો ઉચકતાં લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલું, તોય સ્મરણોનાં નીર છલકાયાં
આફવાઓ સૂણી, સૂણી મને રૉજરોજ પજવે છે ઘરનાં રે લોકો,
એકલી પડું ત્યારે આંસુના સથવારે, હૅયાનો બોજ કરું હલકો
એક પછી એક ગાંથ વધતી રે જાય, ને લાગણીનં દોરડાં ટૂંકાયા.
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?, લાગણીનાં દોરડા ઘસાયા.
વાતૉની વાવનાં ઉતરી પગથીયા, અમે પાણી પીધુંને ફસાયા.

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: