Mari veni ma char char ful – Avinash Vyas

Lyrics – Avinash Vyas

Singer – Hansa Dave, Krishna Kelle, Hema Desai

Click to listen

Mari Venima Char Char Ful – Avinash Vyas

અવિનાશ વ્યાસની રચના વિશે શું કહેવું? તેમનાં ગીતો સાંભળતાં હોઇએ તો એમ લાગે કોઇ લોકગીત સાંભળીયે છે અને લોકગીત સાંભળતા એમ લાગે  કે આ અવિનાશ વ્યાસની રચના તો નથી ને!! એમા પણ, નારીનાં ભાવ વ્યક્ત કરતી રચનાઓનો તો કોઇ જવાબ જ નથી.

આજનુ આ કાવ્ય પણ ક્ંઇક એવૂં જ છે. પરિવારના સભ્યોને જે બધી ઉપમા આપી છે તે તો અદભુત છે. આવા ફૂલની સુગંધથી મહેકતો પરિવાર સહુનો થાય એવી શુભેચ્છા સાથે સાંભળીયે  આ ગીત.

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

પહેલું ફૂલ,
જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીરને સૌમાં અતુલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

બીજું ફૂલ,
જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ત્રીજું ફૂલ
જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ફૂલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ચોથું ફૂલ
જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસેના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: