ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ

આજે ફાગણ સુદ એકમ છે. વસંતઋતુનો પહેલો દિવસ છે.પહેલા તો નિશાળેથી પાછા આવતા રસ્તામા કેસૂડાનું વૃક્ષ આવતું. તે કેસરી ફૂલોથી લચી પડે એટલે અમને ખબર પડી જાય કે વસંત આવી. પછી છાનામાના તેના થોડા ફૂલ તોડીને લાવીએ અને સવારે નાહ્વાના પાણીનાં નાખીયે. એ કેસરી પાણી અને કેસૂડાની આછી આછી તીખી સુંગ્ંધ્! નાહ્વાની ખૂબ જ મજા પડતી. આજે તો એ કેસૂડો કેવો હશે ખબર નહી. ચલો કમસે કમ કેલેન્ડરમા જોઇને તો વસંતને આવકારીયે અને સાંભળીયે પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમા આ વસંતગીત.

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે

ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને
ઝૂમે છે આખુ ઉપવન

કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર
લ્હાણી કરે છે સુગંધની

અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

————-

Advertisements

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: