Lil Lapai Bethi Jalne Taliye – Suresh Dalal

Poet – Suresh Dalal
Singer – Sonik Suthar
Music – Amar Bhatt
Gujarati Poem
ધોરણ ૧૨ના ગુજરાતીમા આ કવિતા આવતી હતી. નાની પણ સુંદર રચના છે. એકદમ સીધા સાદા શબ્દોમા અદભૂત ચમકૃતિ ઉભી કરી છે.

કવિ – સુરેશ દલાલ
સ્વર – સોનિક સુથાર

લીલ લપાઇ  બેઠી જળને  તળિયે;
સુર્યકિરણને  એમ   થયું કે લાવ  જઇને મળીયે !
કંપ્યુ  જળનું  રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઇ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નિરવની વાંસળીયે !
હળવે ઉતરે આખું  વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીયે !

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: