Ame ferfundaradi farata’ta – Mulajibhai Bhagat

Gujarati Balgeet

Poet – Mulajibhai Bhagat

Click to listen – Ame Fer Fundardi Farta ta – Muljibhai Bhagat

આજે એક બાળગીતની મજા માણીયે.

ગીત – મૂળજીભાઇ ભગત

અમે ફેરફુદરડી ફરતાં’તાં
ફેરફુદરડી  ફરતાં ફરતાં
પડી જવાની કેવી મજા !

અમે સાતતાળી રમતાં’તાં
અમે દોડંદોડા  કરતાં’તાં
દોડંદોડા કરતાં કરતાં
બેસી જવાની કેવી મજા !

અમે સંતાકૂકડી રમતાં’તાં
અમે ખોળંખોળા  કરતાં’તાં
ખોળંખોળા કરતાં કરતાં
સંતાઇ જવાની કેવી મજા !

અમે આંબલી પીપળી રમતાં’તાં
અમે ઝાડેઝાડે ચઢતાં’તાં,
ઝાડેઝાડૅ ચઢતાં ચઢતાં
લપસી જવાની કેવી મજા !

અમે ઉંદર-બિલ્લિ રમતાં’તાં
અમે ચૂં ચૂં મ્યાંઉ મ્યાંઉ કરતાં’તાં
ચૂં ચૂં મ્યાંઉ મ્યાંઉ કરતાં કરતાં
નાસી જવાની કેવી મજા !

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: