Pankhidane Aa pinjaru – Avinash Vyas

Poet – Avinash Vyas

Singer –  Mukesh, Manhar Udhas, Shailesh Raja

Gujarati Bhajan

Click to listen Pankhidane A Pinjaru – Avinash Vyas

આજે ફરી ‘ઉપરથી’ આદેશ આવ્યા છે આ ગીત સંભળાવવાના. મેં જ્યારે પહેલી વખત આ ગીત સાંભળીયું ત્યારે તેનો અર્થ હું સહેજપણ ન સમજી શક્યો. પછી ટીવી પર આ ગીત મેં એક શોકસભામાં સાંભળ્યું ત્યારે ફક્ત એટલું સમજી શક્યો કે આ ગીતનો અર્થ બહુ ઉંડો છે. પણ કે ટલો ઉંડો તે હજી પણ હુ સમજી શક્યો નથી. જો આપમાંથી કોઇ આ ગીતની સમજૂતી આપી શકે તેમ હોય તો ઘણું સારું.

સ્વર- મુકેશ

સ્વર – મનહર ઉધાસ

સ્વર – શૈલેશ રાજા
(આભાર- શિવકિન્નર ભજન મંડળી, લેઇસ્ટર, ઇંગ્લૅન્ડ)

માન માન ઓ પંખીડા નથી રે સાજન ની રીત
આવુ જો  કરવુ  હતુ  તો  નહોતી   કરવી   પ્રિત
ઓછુ  શુ   આવ્યુ     સાથી     સથવારો   ત્યાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
પંખીડાને    આ    પીંજરુ    જૂનું     જૂનું   લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો    અજંપો   એને,   પંડના   રે   પ્રાણનો
અણધાર્યો   કર્યો   મનોરથ   દૂરના   પ્રયાણનો
અણદીઠેલ   દેશ   જાવા,   લગન   એને   લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને   મઢેલ   બાજઠિયોને,   સોને   ઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો  મોંઘો  અણમોલો
પાગલના   થઇએ   ભેરુ,   કોઇના   રંગ   લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

One Comment

  1. Posted March 15, 2010 at 4:15 pm | Permalink

    Hello,Thank you it was one of the best song of abhivakti.I again request not order or command to put traditional gujarati garba or gujarati arti as tomorrow is the first day of chaitra navratri


Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: