Majani khiskoli – Tribhuvan Vyas

Poet – Tribhuvan Vyas

Balgeet

Click to listen Majani khiskoli – Tribhuvan Vyasa

આજે એક બીજા મેડમણી ફરમાઇશ પુરી કરીયે છે. તેમને મને આ બાળગીત મૂકવાનું કહ્યું હ્તુ તો માણો તેની મજા.

કવિ – ત્રિભુવન વ્યાસ
ગીત –  મેઘધનુષ્ય

તું અહીંયા રમવા આવ,
મજાની ખિસકોલી !

તું દોડ તને દઉં દાવ,
મજાની ખિસકોલી !

તું કેવી હસીને રમે,
મજાની ખિસકોલી !

તારા કૂદકા તો બહુ ગમે,
મજાની ખિસકોલી !

તું જ્યારે ખિલખિલ ખાય,
મજાની ખિસકોલી !

તારી પૂંછડી ઊંચી થાય,
મજાની ખિસકોલી !

તારે અંગે સુંદર પટા,
મજાની ખિસકોલી !

તારી ખાવાની શી છટા,
મજાની ખિસકોલી !

તું ઝાડેઝાડે ચડે,
મજાની ખિસકોલી !

કહે કેવી મજા ત્યાં પડે?
મજાની ખિસકોલી !

બહુ ચંચળ તારી જાત,
મજાની ખિસકોલી !

તું ઉંદરભાઇની નાત,
મજાની ખિસકોલી !

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: