એક ઘા


કવિ – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,

છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો! રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા થી , પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના; ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો! ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી , મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને, વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી આવે, આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને; રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે આવે, લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.

Advertisements

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: