Ful khilyu upavanma – Panna Nayak

Poet –  Panna Nayak

Singer  – Sonik Suthar, Zarana Vyas

Music – Amar Bhatt

Click to listen Ful Khilyune Upvanma – Panna Nayak

Poe કવયિત્રી – પન્ના નાયક
સ્વર – સોનિક સુથાર, ઝરણાં વ્યાસ
રચના – સ્વરાભિષેક

ફૂલ ખીલ્યું ઉપવનમાં તો અજવાળું અજવાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

વાસંતી સંદેશો લઇ,
મનમાં ઉડે આમ તેમ
દિશ દિશમાં સુગંધી સૂરજ
છલકાવે છે પ્રેમ

કંઠ છલકતી કોયલને હું કેમ કરી સંભાળું?
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

આપણ ક્યાંયે જવું નથીજી
ઊડે સૂર-ગુલાલ
એકમેકના રંગે-સંગે
આપણ ન્યાલમન્યાલ

આંખોમાં રેશમિયાં મનનાં સપનાંને પંપાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: