લતા મંગેશકર

આજે હનુમાન જયંતી છે. આપ સહુને તેની ખુબ ખુબ શુભેચ્છા.

હનુમાન જયંતિનો આનંદ આજે બમણૉ થઇ જશે કારણકે આજે ભારતની સર્વશ્રેષ્ઠ ગાયિકા લતા મંગેશકરને પૂજ્ય મોરારિ બાપુના હસ્તે ‘હનુવંત વિજયપદ્મ’ એનાયત થશે. સરસ્વતિના બે ઉપાસકોનું અદભૂત મિલન આજે તલગાજરડાની ધરતી પર થવાનું છે.તેના માનમાં સાંભળિયે આજે મોરારિ બાપુના સ્વરમા હનુમાન ચાલીસા અને લતા મંગેશકરના સ્વરમા મને સહુથી ગમતું ગીત

હનુમાન ચાલીસા
સ્વર – મોરારિ બાપુ


સ્વર : લતા મંગેશકર, પિનાકીન શાહ

તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે
નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.

Advertisements

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: