હું તો બસ ફરવા આવ્યો છું


કવિ – નિરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
રે ચાહું પાછો ઘેર જવા! હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્રમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું.
Advertisements

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: