અમે દરિયો જોયો ને : Ame Dariyo Joyoneજે મારા મિત્ર કૌશલ શાહનો જન્મદિવસ છે. મારા તરફથી તેને ખુબ ખુબ શુભેચ્છા. ડૉક્ટર આવી જ રીતે ભગવાન મને સહન કરવાની શક્તિ આપે તેવી મારી શુભેચ્છા.!!
આજે તમારા માનમા સાંભળીયે આ ગીત.


ગીત – ભાગ્યેશ ઝા
સ્વર, સંગીત – સોલી કાપડીયા

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી
તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી
અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં
અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન
અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન
નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: