અમને કોની રે સગાયું આજ સાંભરે ? Amane Koni Sagayu Sambhareગીત – દલપત પઢિયાર
સ્વર – અમર ભટ્ટ
સંગ્રહ – સ્વરાભિષેક


અમને કોની રે સગાયું આજ સાંભરે ?
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે….
                  કોની રે સગાયું આજ સાંભરે ?

કોઇ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે……
                  કોની રે સગાયું આજ સાંભરે ?

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ,
અમને દાદા દેખાય પેલી ડેલીએ…..
                  કોની રે સગાયું આજ સાંભરે ?

માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂરે રે અદ્ધર ટોડલે,
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…..
                  કોની રે સગાયું આજ સાંભરે ?કોઇ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખાજલિયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પીંખીએ….
                  અમને સાચી રે સગાયું પાછી સાં
ભરે
Advertisements

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: