Rudi Rangili Re – Narsinh Mehta

Poet – Narsinh Mehta
Singer – Pranlal Vyas
Music – Nanjibhai Mistri
Gujarati Bhajan
Clkick to listen Rudi ne rangili re – Narsinh Mehta
ગીત – નરસિંહ મેહતા
સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – નાનજીભાઇ મિસ્ત્રી
રૂડીને રંગીલી, વ્હાલા, તારી  વાંસળી  રે  લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો,
આ પાણીડાની મધ્યે રે, જીવણ જોવાની ચર્ચા રે લોલ


આ બેડાં મેલ્યાં માનસરોવર પાળ્ય જો
આ ઇંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળ્યમાં રે લોલ

આ ગોપી હાલ્યાં, વનરાવનને મોધાર જો
આ કાનવર કોડીલા કે કેડો મારો રોકી ઉભા રે લોલ

કેડો મારો મેલો, પાતળિયા ભગવાન જો
આ બાપુની હઠીળી નણંદ બેડાં તોલ કરે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝંકાર જો
આ હળવા હળવા હલ્લો કરે રાણી રાધીકા રે લોલ

જીવલડો મારો આકુળવ્યાકુળ થાય જો
આ કંઇ આંખોએ દીંઠા કામણગારા કાન ને રે લોલ

આ નીરખી નીરખી થઇ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને ભલે મળ્યા રે લોલ

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: