દેવબાલ

આજે સાહિત્યના એક મુર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં ચી મહેતાની પુણ્યતીથી છે. ‘અભિષેક’ તરફ્થી તેમને મારી શ્રધ્ધાંજલી. તેમના ઇલાકાવ્યો મને ખુબ ગમે છે. તો આજે એક ઇલાકાવ્ય માણીયે.


ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના   વડે   કૂકડીદાવ  સાથે
બંને રમ્યાં  હોત અહો નિરાંતે.
ચાંદો ફરંતો   નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ   દડે   હું  વીજરેખ  બાંધું
એને   ઉછાળી જળવ્યોમ સાંધું.
ને   સાતરંગી   ધનુવસ્ત્ર   ચારુ
લાવે સજાવું તુજ  અંગ   ન્યારું;
ને શુભકીર્તિ  થઈ   દિવ્ય   પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.
Advertisements

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: