yamunashtak – Vallabhacharyaji


Poet - Shri Vallabhacharyaji 
Singer - Lata Mangeshkar, Anuradha Paundwal
Bhajan
Yamunashtak in Gujarati
Click to listen Yamunashtakam - Vallabhacharyaji

આજે પુષ્ટી સંપ્રદાયના આધ્યસ્થાપક એવા મહાપ્રભુ વલ્લભાચર્યજીની જન્મજયંતી છે. ભારતમા 'શુધ્ધ અદ્વૈતવાદ' નો પ્રચાર શ્રીમહાપ્રભુજીએ કર્યો હતો. વલ્લભાચર્યજી એ તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૧૬ જેટલા સ્તવનની રચના કરી છે. ભાગવતપુરાણ પર અનેક ભાષ્ય રચ્યા છે.
 
લ્લભાચર્યજીનો જન્મ ચાપાંર્ણયમાં થયો હતો. તેમનો પરિવાર વિષ્ણૂસ્વામી વિચારધારામા વિશ્વાસ ધરાવતો હતો. એક માન્યતામુજબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે વલ્લભાચર્યજીના પૂર્વજોને વચન આપ્યું હ્તુ કે સો સોમયજ્ઞની પૂર્ણાહૂતી બાદ તેઓ સ્વંય તેમના વંશમાં જન્મ લેશે. આ રીતે ચૈત્ર વદ ૧૧ન શુબ દિવસે માતા ઇલામ્મા અને પિતા લક્ષમણ ભટ્ટ્ના ઘરે તેમનો જન્મ થયો. મધ્યયુગી ભારત કે જ્યારે મુસ્લિમોના આક્રમણ અને હિન્દુ સંપ્રદાયોના પરસ્પર વિખવાદને કારણે સનાતન ધર્મનો હ્રાસ થયો હતો, ત્યારે આર્યાવતને માર્ગ બતાવવા ભગવાન કૃષ્ણે વલ્લભાચર્યજીના નામે અવતાર ધારણ કર્યો એમ મનાય છે. આજે વલ્લભાચર્યજીના અનુયાયીઓ સમગ્ર વિશ્વમા ફેલાયેલા છે.
 

વલ્લભાચર્યજીની વિશે વધુમાહિતી મેળવવા જરૂર મુલાકાત લો. શ્રીવલ્લભઅનુગ્રહ.કોમઆ શુભદિને વલ્લભાચર્યજીની જ રચનાને માણીયે. સાંભળીયે યમુનાષ્ટક પ્રથમ સંસ્કૃત અને ત્યારબાદ ગુજરાતીમા.

 
સ્વર - લતા મંગેશકર્
 
સ્વર - અનુરાધા પૌંડવાલ
 
નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદામુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ |તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુનાસુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ ||૧||

કલિન્દ ગિરિ મસ્તકે પતદમન્દપૂરોજ્જ્વલાવિલાસગમનોલ્લસત્પ્રકટગણ્ડ્શૈલોન્ન્તા |સઘોષગતિ દન્તુરા સમધિરૂઢદોલોત્તમામુકુન્દરતિવર્દ્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ||૨||

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃપ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ |તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાકુકા-નિતન્બતટસુન્દરીં નમત કૃષ્ણ્તુર્યપ્રિયામ ||૩||

અનન્તગુણ ભૂષિતે શિવવિરંચિદેવસ્તુતેઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |વિશુદ્ધ મથુરાતટે સકલગોપગોપીવૃતેકૃપાજલધિસંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ||૪||

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકાસમાગમનતો ભવત્સકલસિદ્ધિદા સેવતામ |તયા સહ્શતામિયાત્કમલજા સપત્નીવય-હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ ||૫||

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતંન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ |યમોપિ ભગિનીસુતાન કથમુહન્તિ દુષ્ટાનપિપ્રિયો ભવતિ સેવનાત્તવ હરેર્યથા ગોપિકાઃ ||૬||

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતાન દુર્લભતમારતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે |અતોસ્તુ તવ લાલના સુરધુની પરં સુંગમા-ત્તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ||૭||

સ્તુતિ તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયેહરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ |ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ-સ્મરશ્રમજલાણુભિઃ સકલ ગાત્રજૈઃ સંગમઃ ||૮||

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદાસમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ |તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સન્તુષ્યતિસ્વભાવવિજયો ભવેત વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ||૯||

|| ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતં યમુનાષ્ટકં સમ્પૂર્ણમ ||
(આભાર - વિકિસૌર્સ)


શ્રી યમુનાષ્ટક-કાવ્યસ્વર - ???


શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યાસિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીનેસુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યુંને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યુંપૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવોવંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાંત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસેએ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યાને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યાહરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હેવંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલાંગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતાંતરંગ રૂપશ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાંકંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય થયાંનિતમ્બ રૂપ શ્રી તટતણું અદભૂત દર્શન થાય જો.વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૩)અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરેઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનુંવિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યુંસહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યુંમમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યાવંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાંસત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરેસમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસોવંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથીયમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથીકદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપનાસ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપનીગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજોવંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજોભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજોજ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાંમમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજોવિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છેશ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાંએ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણોનિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનોસિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતીઆનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતીજગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજોવંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)

(આભાર - શ્રીવલ્લભઅનુગ્રહ.કોમ)Advertisements

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: