Mangal Mandir Kholo – Narsinhrav Divetiya

પોતાના જ પુત્રનાં અગ્નિસંસ્કાર કરવા પડે, એનાથી આઘાતજનક ઘટના કોઇ પણ પિતા માટે  હોય. ક્ષણે ક્ષણે તેનો જીવ લળી લળીને કપાય, પણ આ વેદના ભાગ્યે જ સહન થાય. કવિ નરસિંહરાવ દિવેટિયાના પુત્રનું નાની ઉંમરે અવસાન થયું ત્યારે તેમની વેદના કંઇક આ રીતે શબ્દ સ્વરૂપ પામી.

click to listen

Mangal Mandir kholo

મંગલ મંદિર ખોલો દયામય,
મંગલ મંદિર ખોલો.

જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો.

તિમુર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો લ્યો.

નામ મધુર તમ રટયો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો.

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો.

Post a Comment

Required fields are marked *

*
*